દૃષ્ટિ મર્યાદામાં સમાતી નથી, એવા અમર્યાદિતને સમાવવા શી રીતે
બુદ્ધિથી પાર છે જ્યાં એની સીમા, જીવનમાં જાણવું એને શી રીતે
કરી નથી વિસ્તૃત સીમા હૈયાની, એવા અમાપને સમાવવું શી રીતે
કરી દ્વાર દિલના બંધ, પ્રવેશ કરાવવો એમાં એનો શી રીતે
પળભર પણ કરે ના બંધ મનના વેતાર, મનમાં પામે શાંતિ શી રીતે
એવા અમાપને મર્યાદાના માપથી, જીવનમાં માપવું શી રીતે
એવા એ અમર્યાદને, દિલથી મર્યાદમાં લાવવું શી રીતે
જીવનની મર્યાદામાં એવા એ અમર્યાદિતને જાણવું શી રીતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)