વાત કહેવી છે શબ્દ જડતા નથી, ભર્યા છે ભાવો વ્યક્ત થાતા નથી
નજર શોધે છે જેને, સામે આવતા નથી, નથી નથી ની રમતમાં દિવસ સ્થિર રહતા નથી
કાઢવા છે અંદાજ જેના, અંદાજ નીકળતા નથી, કરવું છે સહન સહનથાતું નથી
કરવું છે જીવનમાં જે, થાતું નથી, નથી નથીના જંગલમાં અટવાયા વિના રહેવાતું નથી
પહોંચવું છે જીવનમાં, ત્યા પહોંચાતું નથી, પામવું છે જે એ પમાતું નથી
દિલ છે નાજુક, સંભાળી રખાતું નથી, નથીનો વિસ્તાર છે મોટો ટૂંકાવાતો નથી
અદ્ભુત છે એ નથીની દુનિયા, સમજવા છતાં સમજાતી નથી
અમે તો કાંઈજ નથી, વાપરી શબ્દો, નમ્રતાને છેહ દીધા વિના રહ્યા નથી
નથી જાળ છે વ્યાપક જીવનમાં, તોડવી જીવનમાં એ સહેલી નથી
નથીનો વંટોળ સાચો જાગે જો હૈયામાં, છે ના ધામમાં પહોંચાડયા વિના રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)