દે દે એવી અવસ્થા રે માડી, હર અવસ્થામાં મનડું સ્થિર રહે
દે દે એવી અવસ્થા રે માડી ચિત્તડું તુજમાંને તુજમાં રહે
દે દે એવી અવસ્થા રે માડી, દિલડું નામ નિત્ય તારું રટે
દે દે એવી અવસ્થા રે માડી, હૈયું મારુ તુજ વિશ્વાસે ભર્યુ રહે
દે દે એવી અવસ્થા રે માડી, હૈયું મારુ તારા પ્રેમથી ભરપૂર રહે
દે દે એવી અવસ્થા રે માડી, હર ધડકન જીવનની નામ તારું બોલે
દે દે એવી અવસ્થા રે માડી, નજરમાં મારી નિત્ય તું રમે
દે દે એવી અવસ્થા રે માડી, સ્મરણમાં મારી નિત્ય તું રહે
દે દે એવી અવસ્થા રે માડી, તારા વિશ્વાસના શ્વાસ તનડું ભરે
દે દે એવી અવસ્થા રે માડી, તનડું, મનડું ને દિલડું તારું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)