તારી ને તારી યાદોમાં આજ મને તું ડૂબવા દે, તારો મને બનવા દે
બીજી યાદોને દિલમાં ના આજ તું આવવા દે, તારો મને બનવા દે
ચાહું છું ભૂલવા વ્યથા બીજી, આજ મને ભૂલવા દે, તારો મને બનવા દે
તરવું નથી બીજી યાદોમાં, તારી યાદો ડૂબવા દે, તારો મને બનવા દે
ડુબી તારી યાદોમાં, તારા મનના મોતી વીણવા દે, તારો મને બનવા દે
તારા પ્રેમના મોતીનો હાર બનાવી, મને પહેરવા દે, તારો મને થાવા દે
જોયા જાણ્યા ઘણા, આજ યાદ એની ભૂલવા દે, તારો મને બનવા દે
કરવા છે કાર્યો ઘણા, સફળતા એમાં મળવા દે, તારો મને બનવા દે
પડયા છીએ વિખૂટા, યાદોના સંબંધ બાંધવા દે, તારો મને બનવા દે
બાંધી સંબંધ સાચા ના સંબંધને તૂટવા દે, તારો મને બનવા દે
તારી યાદોની બેહોંશીમાંથી ના હોંશમાં આવવા દે, તારો મને બનવા દે
બેહોશીની મધહોશીની સીડી બનાવી, તારી પાસે પહોંચવા દે, તારો મને બનવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)