આંકીને આંક પોતાના તો ખોટા રે જીવનમાં, કરશે ચણતર એના પર જે જીવનનું
જીવનની તો બાજી, જીવનમાં તો એ હારી જાશે (2)
કલ્પનામાંને કલ્પનામાં જે રચ્યા-પચ્યા રહેશે, એમાંથી જે બહાર ના નીકળશે
વાસ્તવિક્તા ને જીવનમાં તો જે, સમયસર સ્વીકાર તો ના કરી શકશે
વાતે વાતે ક્રોઘમાં જે તણાતા જાશે, ઇર્ષ્યામાં તો જે ડૂબતાને ડૂબતા રહેશે
દુઃખ દર્દમાં તો જે દાઝતા જાશે, અન્યને જીવનમાં તો જે દઝાડતા રહેશે
બેજવાબદારીને બેજવાબદારીભર્યાં વર્તનને, જીવનમાં છોડવા તૈયાર ના થાશે
જીવનમાં નિરાશોઓમાં ડૂબી, એકલવાયાને એકલપટા બનતા તો જાશે
અવગુણોને અવગુણોમાં જે ડૂબતા જાશે, ના બહાર એમાંથી તો નીકળાશે
સમજદારીનું તો દેવાળું જીવનમાં તો જે, જીવનભર કાઢતાંને કાઢતાં તો રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)