1986-01-27
1986-01-27
1986-01-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1830
કહું હું શું તુજને માડી, શું કહેવું એ સૂઝતું નથી
કહું હું શું તુજને માડી, શું કહેવું એ સૂઝતું નથી
તારા ભાવમાં તણાયો એવો, શબ્દ મને જડતા નથી
હૈયે ભર્યો રહે ભાવ તારો, જોજે એ કદી તૂટે નહીં
હૈયે સમાવું મૂર્તિ તારી, જોજે એ કદી ખસે નહીં
દર્શન માટે ઝૂરતું હૈયું મારું, જોજે કદી એ તૂટે નહીં
કામ-ક્રોધ જગમાં માડી, મારા હૈયાની શાંતિ તોડે નહીં
શ્વાસેશ્વાસમાં વાસ કરજે તારો, વિશ્વાસ હૈયેથી છૂટે નહીં
હૈયાની અંદર બહાર, તારાં દર્શનનો દોર તૂટે નહીં
માયા તારી છે બહુ અટપટી, જોજે મને એ અડકે નહીં
દૃષ્ટિ મારી તુજ ચરણમાં રહે, તુજ ચરણથી એ હટે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કહું હું શું તુજને માડી, શું કહેવું એ સૂઝતું નથી
તારા ભાવમાં તણાયો એવો, શબ્દ મને જડતા નથી
હૈયે ભર્યો રહે ભાવ તારો, જોજે એ કદી તૂટે નહીં
હૈયે સમાવું મૂર્તિ તારી, જોજે એ કદી ખસે નહીં
દર્શન માટે ઝૂરતું હૈયું મારું, જોજે કદી એ તૂટે નહીં
કામ-ક્રોધ જગમાં માડી, મારા હૈયાની શાંતિ તોડે નહીં
શ્વાસેશ્વાસમાં વાસ કરજે તારો, વિશ્વાસ હૈયેથી છૂટે નહીં
હૈયાની અંદર બહાર, તારાં દર્શનનો દોર તૂટે નહીં
માયા તારી છે બહુ અટપટી, જોજે મને એ અડકે નહીં
દૃષ્ટિ મારી તુજ ચરણમાં રહે, તુજ ચરણથી એ હટે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahuṁ huṁ śuṁ tujanē māḍī, śuṁ kahēvuṁ ē sūjhatuṁ nathī
tārā bhāvamāṁ taṇāyō ēvō, śabda manē jaḍatā nathī
haiyē bharyō rahē bhāva tārō, jōjē ē kadī tūṭē nahīṁ
haiyē samāvuṁ mūrti tārī, jōjē ē kadī khasē nahīṁ
darśana māṭē jhūratuṁ haiyuṁ māruṁ, jōjē kadī ē tūṭē nahīṁ
kāma-krōdha jagamāṁ māḍī, mārā haiyānī śāṁti tōḍē nahīṁ
śvāsēśvāsamāṁ vāsa karajē tārō, viśvāsa haiyēthī chūṭē nahīṁ
haiyānī aṁdara bahāra, tārāṁ darśananō dōra tūṭē nahīṁ
māyā tārī chē bahu aṭapaṭī, jōjē manē ē aḍakē nahīṁ
dr̥ṣṭi mārī tuja caraṇamāṁ rahē, tuja caraṇathī ē haṭē nahīṁ
English Explanation |
|
Shri Satguru Devendraji Ghia known as kakaji by his ardent followers urges the Divine Mother to take the devotees in her realm.
What should I tell you Mother, I am confused what to say
I have been pulled by your love, I cannot find words to express
My heart is filled with your love, see that it is not snapped
I have entrapped your image in my heart, see that it does not move from there
My heart is longing for your blessings, see that it does not break
The world is filled with sins Mother, see that it does not break the peace of my heart
Please inhabit in every breath of mine, let not faith leave my heart
Within and outside my heart, your thread of blessings should not stop
Your love has been very fickle, see that it does not touch me
Let my eyesight be set at your feet, it should not leave your feet.
Thus, Kakaji urges the Divine Mother to always shower her blessings on her devotees.
|