પ્રગટો પ્રેમસ્વરૂપા સિધ્ધ્માં, કરવા પૂરા આ બાળના કામ
તારા વિશ્વાસે ચાલે છે નાવડી એની, કરવા મજબૂત એના વિશ્વાસ
મારે કિસ્મત ઘા હરઘડી જીવનમાં, એમાંથી એને બચાવવા
નીશદીન દુઃખદર્દ સતાવે એને જીવનમાં, એમાંથી ઉગારવા
અન્યના દુઃખથી દ્રવી ઊઠે હૈયું એનું, અન્યના દુઃખ નિવારવા
જગાડી છે ભાવના અન્યના દુઃખમાં લેવા ભાગ પુરં એ કરવા
જોઈ શકતા નથી અન્યની આંખોમાં આંસુ, દૂર કરવા સહુના આંશુ એ આજ
અશાંતિ છે સહુના હૈયે, સહુના હૈયે શાંતિ સ્થાપવા કાજ
આ બાળના સંકલ્પમાં બળ પૂરો, આજ બળ પૂરવા એમાં આજ
નથી કોઈ ઇચ્છા બીજી, છે સહુને સુખી જોવાની ઇચ્છા કરવા પૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)