સ્વાર્થ રમત દિલમાં રમી ગયો, પોતાનાને પારકા બનાવી ગયો
ફેલાતા સ્વાર્થ રગેરગમાં, શીતળ આંખમાંથી આગ વરસાવી ગયો
ધીરજ ખોઈ અધીરો બન્યો, સારા નરસાનું ભાન ભુલાવી ગયો
શંકા દિલમાં આવી વસી, નજરમાં પરચો એનો બતાવી ગયો
ગેરસમજની ખીણ બની ઊંડી, સમજદારીથી ના પૂરી શક્યો
લોભ લાલચનો પ્રભાવ વધ્યો દિલમાં, દૃષ્ટિકોણ એ બદલાય ગયો
વર્તને વર્તનમાં આવી બદલી, વર્તનને ના કાબમાં રાખી શક્યો
ટકરાતાં વિચારો જ્યાં જીવનમાં, એ અતિરેક બની ગયો
રહ્યો ક્રોધ ઊછળતો ને ઊછળતો જીવનમાં, કાબૂમાં ના રાખી શક્યો
દ્વેષભાવ હૈયામાં જ્યાં ઊછળતો ગયો, પરિણામ એ લઈ આવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)