વાત કરવી છે સહેલી, પાર પાડવું એ કાંઈ મજાક નથી
પુરુષાર્થ વિના આવશે ના કાંઈ હાથમાં, સ્વપના વિના બીજું મળશે નહીં
જીવન છે પુરુષાર્થને કિસ્મતનું મેદાન, કિસ્મતની જીતને તારી જીત સમજતો નહીં
પડશે જમાવવું સ્થાન હિંમતની દુનિયામાં, માટીપગા એમાં તો રહેવાશે નહીં
સાત ખોટની ખોટ છે જીવનની, વાત કરવી છે સહેલી, પાર પાડવી મજાક નથી
દિલ જલે ને રહેવુ હસતું, એ પાર પાડવું એ કાંઈ મજાક નથી
ધીરજ હોય ખામી દિલમાં, હરપળે ધીરજ જાળવવી એ કાંઈ મજાક નથી
દીન ને દીન એક કાર્યમાં ગૂંથાઈ રહેવું કહેવુ છે સહેલું, કરવું મજાક નથી
પ્રેમ વિના લાગે જીવન અધૂરૂં, ગૂંથાઈ રહેવું પ્રેમમાં એ કાંઈ મજાક નથી
ચિત્તને જોડવું પ્રભુમાં, કહેવું છે સહેલું, પાર પાડવું એ કાંઈ મજાક નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)