ના ઓળખી શખું તને મારા વહાલા, એવી મુક્તિ મારે શા કામની
હૈયાના ભાવોને વ્હાવી શકું ના તુજમાં, એવા ભાવો મારે શા કામના
સદા જોઈને આવકારી શકું, નજરને દિલ ના હોય એવું શા કામનું
બનવું છે જ્યાં તારો ને તારો, બનું બીજાનો એ શા કામનું
દેજે એક મોકો એવો, બનાવું તને મારો, બીજો મોકો શા કામનો
હસતી ગુમાવી દઉં મારી, ગુમાવું તને દિલમાંથી શા કામનું
રીઝવું ને રીસાવું તારાથી, મનાવે તું મને આજ, બીજી મજા શા કામની
સાંભળવા નથી ધ્વની બીજી, ઉંઠે ના એમાથી ધ્વની તારી, બીજી ધ્વની શા કામની
જોઈ શકું ચરણ મારા, જોઈ ના શકું ચરણ તારા દૃષ્ટિ એવી શા કામની
વહે પ્રેમની સરિતા બુંદે બુંદમાંથી, વહે ના જો દિલમાંથી એવી સરિતા શા કામની
દિલ તો છે પ્રેમનો સાગર, જોવા જગના બીજા સાગરોને શા કામના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)