નજર સામે બને છે બધું, છતી આંખે આંધળા છીએ
સાંભળીએ જીવનમાં ઘણું, સાંભળવા છતાં બહેરા બનીએ
સમજદારી ધરાવીએ ઘણી, ના સમજદારની જેમ વર્તીએ
હાથ પગ હોય ભલે સાબૂત, આધાર છતાં શોધીએ
જબાન હોવા છતા જીવનમાં, કંઈકવાર મૌન સેવીએ
દિલ હોવા છતા જીવનમાં, ભાવનાશીલ ના રહીએ
બુદ્ધિ હોવા છતા, ઘણી વાતોમાં, નિર્ણય ના લઈએ
શ્વાસોશ્વાસ લેતા રહીએ જીવનમાં, કિંમત ના એની સમજીએ
આનંદનો સાગર પડયો છે અંતરમાં, ના એને શોધીએ
કર્મો ને કર્મો રહીએ કરતા જીવનમાં, કાબૂ ના એના પર પામીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)