આંખડી પૂછે છે દિલને, મળતાં એ આંખડી દિલમાં તને કંઈ થાય છે
જોતાં એ આંખડી મળતાં એ દિલને, યાદ તને એ અપાવી જાય છે
પરભવની પ્રીત ને પરભવના અણસાર યાદ આવી જાય છે
છે મૂલાકાત ભલે પહેલી, પૂર્વ ભવની યાદ અપાવી જાય છે
ધડકન દિલની બોલવા લાગી જાય છે, મળ્યા છીએ કહી જાય છે
એ જ આંખોને એ જ દિલ, પરભવની સ્મૃતિનો સેતુ ઊભો કરી જાય છે
અંગતતાના સાગરમાં એ અંગતતાથી મુસાફરી કરાવી જાય છે
અંધારામાં ડૂબેલી સ્મૃતિને પાછા, અજવાળામાં એ લઈ આવે છે
પળભરમાં જાયે છે આ બની, પળભરમાં પ્રીત ઊભી કરી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)