Hymn No. 8842
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18329
અહિંસાનો ચાહક છું, સાધક રહેવું છે, પુજારી મારે બનવું નથી
અહિંસાનો ચાહક છું, સાધક રહેવું છે, પુજારી મારે બનવું નથી હિંસા પળે પળે ને શ્વાસે શ્વાસે કરું છું, અહિંસાનો ઢોંગ કરવો નથી જાણું છું છુપાયેલી છે હિંસા ક્રોધમાં, ક્રોધનો શિકાર તોય બનતો જાઉ છું ઈર્ષ્યાને દૂર રાખી શકતો નથી નજરોથી, શિકાર એનો બનતો જાઉ છું જરૂરિયતો વધારતો જાઉ છું, અન્યને વંચિત એમાં કરતો જાઉં છું અન્યના હૈયાને વીંધી નાખું છું શબ્દથી, ખુદને અહિંસક ગણાવું છું ખોટા વિચારોથી ને ખોટા ખયાલોથી રહ્યો છું ખૂન કરતો ખોટી શંકાઓ ઊભી કરી, કંઈકના દિલ જલાવતો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ahinsano chahaka chhum, sadhaka rahevu chhe, pujari maare banavu nathi
hinsa pale pale ne shvase shvase karu chhum, ahinsano dhonga karvo nathi
janu chu chhupayeli che hinsa krodhamam, krodh no shikara toya banato jau chu
irshyane dur rakhi shakato nathi najarothi, shikara eno banato jau chu
jaruriyato vadharato jau chhum, anyane vanchita ema karto jau chu
anyana haiyane vindhi nakhum chu shabdathi, khudane ahinsaka ganavum chu
khota vicharothi ne khota khayalothi rahyo chu khuna karto
khoti shankao ubhi kari, kaik na dila jalavato jau chu
|
|