તારા દરબારમાં માડી, શાંતિની એવી તે શી ખોટ પડી
કે મારા હૈયાની શાંતિ હરી લીધી
જન્મી જગમાં જ્યાં આવ્યો, ભૂખ-તરસની તેં ભેટ ધરી - કે મારા...
આંખ ખોલી જગને જોયું ન જોયું, જગની ઉપાધિ દઈ દીધી - કે મારા...
માયાનો દોર એવો બાંધી, નિર્દોષતા બચપણની હરી લીધી - કે મારા...
કામ-ક્રોધના માર લગાવી, મારી હાલત બૂરી કરી - કે મારા...
મદ-અહંકારમાં ખૂબ ડુબાડી, અંતે એવી લાત વાગી - કે મારા...
લોભ-લાલચે બહુ લપટાવી, અંતે એવી થપ્પડ લાગી - કે મારા...
તુજ ભક્તિમાં દેજે મને ડુબાડી, જગની સૂધબૂધ ભુલાવી - કે મારા ...
કૃપા કરજે એવી માડી, હૈયાની શાંતિ દેજે સ્થાપી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)