સમજી ના શક્યા, જાણી ના શક્યા, પાસે હોવા છતાં ના પામી શક્યા
કદી પાસે કદી દૂર ખેલ જીવનમાં, તો આવા ખેલતા રહ્યા
કદી નજરમાં ઠપકો આપતા, કદી મિત્રતાની હૂંફમાં આવરી લેતા
નજરમાં ના આવતા, હૈયાને હાજરીને અહેસાસ રહ્યા કરાવતા
નકામા આલાપોને વિવાદોને દાદ ના દેતા, ભાવભર્યા હૈયાની વાતો સાંભળતા
સહુને સદા યાદ રાખતા, કરે કે ના કરે ભક્તોને યાદ રાખતા
અદ્ભુત અગમ્ય પથ પર ચાલનારને મારગ બતાવતા
સુખદુઃખમાં સદા સંગાથી રહેતા, ના કદી કોઈને તરછોડતા
સર્વ કાંઈ છે એનું સર્વ છે એના, જગને કદીના એ વિસરવા દેતા
આવા અંતરના એ વાસી, એવા જગવ્યાપીને કેમ કરી વિસરવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)