તારા નામેથી માડી, જો પથરા તરી જાય
કૃપા કરજે તું એવી માડી, ભવસાગર તરાય
અનેક પાપીઓનો માડી, તેં કર્યો છે ઉદ્ધાર
કરજે તું મારો પણ, સૂણીને મારી પુકાર
કંઈકની ડૂબતી નૈયાને, તું તારે છે માત
મારી ડોલતી નૈયાને, હવે તું પાર ઉતાર
અદ્દભુત તારી મૂર્તિની, માડી શું કરવી વાત
હૈયામાંથી એ નથી ખસતી, તું મારી માત
દુઃખોમાં માડી મારી, લેતી તું સંભાળ
કૃપા વરસાવજે જલદી, મારી ઓ દીનદયાળ
ક્યાં સુધી કરું વિનંતી, શબ્દ અધૂરા રહી જાય
મૌન ધરી ભાવો ભરું, ભાવો તને પહોંચી જાય
અદ્દભુત તારી રીત છે, એ સમજી ના સમજાય
કૃપા તારી જ્યારે ઊતરે, ભાગ્ય એનું ખૂલી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)