ખોલી ખોલી દેખાડું જખમો તો કેટલા રે દિલના
એક એક જખમ પાછળ છુપાયેલી છે દર્દભરી દાસ્તાં
પડી જવાય આશ્ચર્યમાં, છુપાયેલા હતા આટલા જખમો દિલમાં
હરેક જખમો પાછળ હતી છુપાયેલી ઇચ્છાઓ હાર હતી એની એમાં
રચાયા એમાં તાંડવો એના, એમાં તો દિલમા ને દિલમાં
ઓછા થવાની તો વાત નથી, વધે છે એતો રોજ દિલમાં
છલકાય ક્યારે આંખો એમાં, ક્યારે હોંશ હવાસ એમાં ખોયા
ઘા ગણું એને કુદરતના કે કર્મોની કહુ એને કાયદા
જાણે કઈ ઘડીમાં દર્દ સંગ પ્રીત ના દોર બંધાયા
અનગીનત ઝખમોની મહેફીલમાં અન્ય કોઈના દેખાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)