મળ્યું જીવનમાં જે મેળવ્યું જીવનમાં તો જે
રોકી ના શક્યું આવાગમન જગમાં ના અટકાવી શક્યું
સુખી રહ્યો કે દુઃખી રહ્યો, જીવન એમાં ને એમાં વિતાવ્યું
કદી બન્યો વેરી, કદી બન્યો ઉચ્ચ પ્રેમી, જીવન એમ વીત્યું
ઇચ્છાઓ જાગી, કંઈક સંતોષાઈ, કંઈક પાછળ મનડું ધૂમતું રહ્યું
કર્યાં શિખરો સર ઘણા ઘણા, ના આવાગમન રોકી શક્યું
મળી નામના કે નામોશી જીવનમાં, ના કામ એ એમાં લાગ્યું
હરેક વાતમાં નડયો અહં મુજને, મળી સફળતા નિષ્ફળતા
મન ઇચ્છાઓ ને ભાવો પર ના કાબૂ મેળવી શક્યો
ધ્યાન ને ધ્યાનની અવસ્થામાં, સરક્યો એમાં સૂક્ષ્મ અહં નડયો
થયું સ્થિર જ્ઞાન જ્યાં, અંશનો અંશ નથી, છે પ્રભુ સર્વ કાંઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)