ધીમે-ધીમે ચાલીને પણ તું લક્ષ્ય તરફ ચાલ્યો જા
જીવનનું લક્ષ્ય નક્કી કરીને, ગતિ એ તરફ કરતો જા
જન્મોજનમ વીત્યા તારા, લક્ષ્ય તરફ ન પડ્યાં પગલાં તારાં
હૈયે ભર્યા કચરાના ભારા, મુશ્કેલ બન્યાં પગલાં તારાં
સમય વીતતો જાય છે તારો, નથી કોઈ તને સહારો
હવે તો તું સમજી જા, લક્ષ્ય તરફ તું ચાલ્યો જા
માયાથી તો તું બહુ મોહાયો, સાચા રસ્તાથી તું ફંટાયો
આ ભુલભુલામણીમાં ના ભટકીને, લક્ષ્ય તરફ તું ચાલ્યો જા
જગમાં આવતા કર્યો વાયદો, આંખ ખોલી કે એ વિસરાયો
ગતિ અન્યની તું જોતો જા, લક્ષ્ય તરફ તું ચાલ્યો જા
ખોટી ભ્રમણા છોડી હૈયેથી, `મા' નું સ્મરણ તું કરતો જા
કૃપા `મા' ની પામીશ તું, એ તરફ પગલાં પાડતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)