સાંભળવા તારી ઝાંઝરીના રણકાર માડી, દિલની ધડકન રહી છે ધડકી
કરવા નયન મનોહર દર્શન તારી, આંખડી રહી છે એને તલસી
તારા મુખ પરનું સ્મિત નીહાળવા, નયનો આતુરતાથી રાહ જોતી
તારી સામે બેસી, સુખદુઃખની વાતો કરવા રહ્યું છે હૈયું તલસી
હાથ જોડી કરવા પ્રણામ તને, રહ્યા છે હાથો તો તલવલી
આવીશ જે દિશામાંથી, ચરણો મારા, કરવા વંદન રાહ જોતી
તારા ગુણગાન ગાવા રહી છે, જીવ્હા આતુરતાથી રાહ જોતી
સમગ્ર તનડાંને મનડું રહ્યા છે તને ભેટવા તો થનગની
ક્ષણભર જો આવીશ તું મળશે મનડાને ને દિલડાને શાંતિ
મળશે પળભરના પણ દર્શન તારા, હટશે દિલમાંથી પાપની હસ્તી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)