કરજે ના વ્હાલ મને એટલું, જોજે વ્હાલ તારું મને મોંઘું ના પડી જાય
દીન રાત વિતાવું યાદમાં તારી, નીંદ રાતની હરામ બની જાય
મળ્યાના વાગે ભણકારા દિલમાં, ધડકન દિલની એમાં વધી જાય
ક્ષણની ઝલક બતાવી, ઓઝલ થઈ જાય, આંખડી આંસુએ છલકાય
ખાવું ના ભાવે, સુવું ના ફાવે, ચેન દિલનું એમાં તો હરાય જાય
જોઈ અમને હસે તારી આંખડી, તારા દર્શને આંખડી આંસુએ ન્હાય
સુખ સંપત્તિ શા કામના, તારા દર્શનમાં જો એ બાધા નાખી જાય
રાખતાં ના દર્શન વિના, ધોબીનો કુતરો નહીં ઘરનો જેવી હાલત થાય
કરજે વ્હાલ એવું ને એટલું, હૈયું આનંદમાં એમાં સદાયે ન્હાય
હોય એક બાજુ જગની દોલત, દર્શન બીજામાં, તારું પલ્લું ભારી બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)