આવું તેં શાને કર્યુ, આવું તેં શાને કર્યુ (2)
માનવ થઈ આવ્યો જગમાં, માનવતા પર પાણી શાને ફેરવી દીધું
હતા ભર્યા ભર્યા અરમાનો દિલમાં, કરી અતિ ઊતાવળ પાણી શાને ફેરવ્યું
દુઃખદર્દ હતા અંગ જીવનમાં, સમજીને શાને એને સ્વીકારી ના લીધું
જગનો કર્તા હર્તા તો છે પ્રભુ, ભાર કર્મોને શીર પર લઈ ફર્યા કર્યુ
દિલ મળ્યા ઘણા, શાને એક દિલને પર તારું કરી, દિલ ખાલી ના કર્યુ
દિલ તો છે ભાવભર્યુ સ્થાન તારું, શાને એકબાજું એને હડસેલી દીધું
જીવન યોધ્ધા બનવું હતું, શાને તકદીર સામે શીર તેં ઝુકાવી દીધું
રાખવી હતી શુદ્ધ નજર તારી, શાને નજર ઉપર આવરણ ચડાવી દીધું
હતું હૃદય સિંહાસન પાસે તારી, શાને પ્રભુ વિના ખાલી એને રાખ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)