રહે છે નજરમાં તો થોડું, રહે છે નજર બહાર તો ઘણું ઘણું
સમજવી શું એને મારી ખામી, કે હકીકત જીવનની એને જણાવી
બોલીએ જીવનમાં ઘણું ઘણું, રહી જાય છે જીવનમાં ઘણું ઘણું
સાંભળીયે છીએ જીવનમાં ઘણું ઘણું, સમજીએ એમાંથી થોડું થોડું
રહે મુસાફરી વિચારોની ચાલતી, અટકે જીવનમાં નવાઈ પામવી
ગણવા કોને મારા, રહે જીવનમાં, બદલાતું મારે ને મારુ સહુવું
મળશે જૂજ જીવનમાં એવા, રહે સુખદુઃખમાં તો સાથે સંકળાયેલું
રહે છે ભાગ્ય સહુ ભોગવવા, નથી નજરમાં તોય એ દેખાતું
હૈયામાં જીવનમાં જે વસે, કેમ નજરને જીવનમાં નથી એ સમજાતું
નજરનું મૌન છે ઘણું ઊંડું, વગર કહે કહી જાય એ ઘણું બધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)