હરેક સેવામાં નથી મળતા મેવા, સાચી સેવામાં કાંટાળો તાજ પહેરવાનો છે
ચઢાવશે ક્યારે શૂળીએ ના કહેવાશે, જગમાં આ વાત જગ જાહેર છે
મળશે આશીર્વાદ ઉપરવાળાના, માર પથ્થરના સહન કરવાના છે
પ્રેમના સંદેશા પહોંચાડવા દિલે દિલમાં, વધારી તિક્ષણતા દિલ વિંધવાના છે
જોયું ના જોયું કરવું ચાલશે ક્યાં સુધી, એકવાર દિલ એમાં તો ડંખવાનું છે
જગ કાંઈ નપાવટ નથી ડગલેને પગલે સામનાની તૈયારી રાખવાની છે
આંખ ખોલ બંધ કરી રોકાય દૃશ્યોને, ખોલબંધ કરી વિચારોને રોકવાના છે
સુખની આશા રાખી જ્યાં દિલમાં, જીવનમાં દુઃખની તૈયારી રાખવાની છે
પ્રેમ તો છે પવિત્ર જળ જીવનનું, નિત્ય પીવું ને મને પાતા રહેવાનું છે
સેવા લાવશે આશીર્વાદ એવા, જીવન એનું એમ ધન્ય થવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)