છે દિલ અમારું ખાલી, આવી દિલમાં તમે શાને ઘંટડી વગાડી
લાગ્યા ભલે અમે સુતા, તમારા ને તમારા ખ્વાબમાં ડૂબેલા હતા
હતી આંખોના ઇશારામાં ઝાઝી શ્રદ્ધા, દિલમાં આવી તમે ઘંટડી વગાડી
અમે હતા તો તમારા ખ્વાબમાં, રહી ના શક્યા તમે અમારા ખ્વાબમાં
હતા પ્રેમના દીપક ઝળહળતા દિલમાં, આવી પહોંચાડવા ખલેલ ઘંટડી વગાડી
ભૂલી ગયા હતા શું રસ્તા અમારા દિલના, દિલમાં ઊંડે ઊતરવા
હતી જાગી હૈયામાં તમારી શું ઈર્ષ્યા, લઈ લેશે કોઈ ખ્વાબમાં હૈયાના કબજા
હતો ગભરાટ શું હૈયે તમારા, ડૂબી જાશું અમે નીજમાં એથી આવીને
રહો છે તમે સદાય સાથે ને સાથે, તમારી હાજરીની યાદ અમને અપાવવા
રહી સાથે મીટાવી ના શક્યા જુદાઈ, દિલની જુદાઈ ઘટાવા શું ઘંટડી વગાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)