દીધું વિરહનું દર્દ એવું કેવું, એ દર્દ જીવનનું ગીત બની ગયું
રહ્યા ના પૂરા ભાનમાં અમે, હતું ભાન એ પણ અમે ખોઈ દીધું
હશો જગમાં તમે જ્યાં, નથી અમારે એ તો કાંઈ જાણવું
હશે કરવી મુલાકાત તમારી, અમે અમારા દિલમાં ડૂબકી મારશું
આવતી હશે નડતરો યાદોમાં, ધીરે ધીરે વાતોમાંથી હટાવશું
બનાવીશું યાદોને એટલી ઊંડી, યાદોને જીવન અમારું બનાવી દઈશું
યાદોના તાંતણાઓને પ્રેમમાં પણ, એ તો દીપક બનાવી દિલમાં જલાવીશું
કરશું ના જાહેર વાતો આપણે આપણી, વાતોને દિલને દિલમાં સમાવીશું
છુપાવી જાતને ને આંખોને અમારાથી, દિલમાં વિરહ જગાવ્યો શાને
દિલમાં એકવાર સરેઆમ, તમને બોલાવી હૈયામાં બેસાડી દઈશું
ભાવને પ્રીતિ ભર્યા છે હૈયામાં, એકબીજાની અલગતા મીટાવીશું
શું જગાવી વિરહ દિલમાં એટલે રોમેરોમમાં તમારે પ્રસરવું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)