જીવનમાં ખુદને શું નું શું સમજી બેઠો, શું નું શું સમજી બઠો
હતો તબિયતમાં તો પૂરો, ખુદને પહેલવાન સમજી બેઠો
વિચારોના તો હતા ફાંફાં, ખુદને વિચારક સમજી બેઠો
હતો મારગ ભૂલેલો મસાફીર, ખુદને જાણકાર સમજી બેઠો
પડી એક બે વાત સાચી, ખુદને ભવિષ્યવેતા સમજી બેઠો
જાણું ના પ્રેમનો કર્ક્કા જીવનમાં, ખુદને પ્રેમની મુર્તી સમજી બેઠો
સાથ સાથીદારો ના બનાવી શક્યો, ખુદને એકલ વીર સમજી બેઠો
મળી જુજ સફળતા જીવનમાં, ખુદને કર્મવીર સમજી બેઠો
દીધી સલાહ બે ચાર જણને, ખુદને સલાહકાર સમજી બેઠો
વિતાવ્યું જીવન નાસમજમાં, જીવનને મૃત્યુંને હવાલે કરી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)