કરું શું કિસ્મતને મારા રહું શું કિસ્મત પર મારા
હર હંમેશ જીવનમાં મને એ દગોને દગો દેતું રહ્યું છે
રચ્યા કંઈક મહેલો અરમાનોના, પત્તા મહેલ જેમ તોડવા છે
રાખું મદાર તો રાખું કેટલો, અણી વખતે દગો દેતું રહ્યું છે
રહ્યું માર મારતા એવા, રાખે ના કસર, હાસ્યનું સત્ય લૂંટી લીધું છે
થઈ રાજી ચડાવ્યો શિખરે, મારવા ધક્કો ના અચકાયું છે
ના સમજે બીજી સમજણમાં, ખુદની જીદને પૂરી કરતું રહ્યું છે
જીવનના શાંત જળને, તોફાનોમાં ફેરવતું રહ્યું છે
દુઃખની ચીસને દિલમાં હળવાસની, જીવન જીવાતું રહ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)