નથી દાનત અમારી ચોખ્ખી, છે હરેક વાતમાં સ્વાર્થ ભરેલી
તારી મૂલાકાતને ને સ્વાર્થને, બને ના જરાય, કેમ કરી એ સાધવી
હરેક માંગણીઓ હોય સ્વાર્થ ભરેલી, લાગેલી હોય સ્વાર્થની પૂંછડી
દુઃખ વિના મળે ના કાંઈ બીજું, સ્વાર્થ ભરેલી વાત હોય દુઃખ ભરેલી
સ્વાર્થ સાધવા જીવનમાં, બનતા જઈએ જીવનમાં હેતુ સર સ્વાર્થી
મળશે ના કોઈએવો માનવી, હોય ના તો જે સ્વાર્થી
હૈયા ખરડાયેલા છે સહુના સ્વાર્થમાં, સ્વાર્થ વિનાનો માનવી નથી
શું નાસ્તિક કે શું આસ્તિક, છે સહુ સ્વાર્થ ભરેલા માનવી
માનવીની જાત ભલે એક છે, અનેક સ્વાર્થમાં છે વહેંચાયેલી
નાના મોટા કાળા ગોરાનો ના ભેદ છે, છે આખર તો એ એક માનવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)