હૈયા તો છે ભીના ભીના, પ્રેમનાં પુષ્પો પાંગર્યા એમાં
નયનોએ આમંત્રણ નયનોને દીધા, પ્રેમની કુંપળો ફૂટી એમાં
હૈયાના સાદ રહ્યા ના સુના, હૈયા મળવાને તલપાપડ બન્યા
કાંટાને કાંકરા ના જોયા એમાં, મળવા હૈયાને પગલાં આતુર બન્યા
સુખ સાહ્યબી હડસેલી દીધા, મિલનના હૈયાને ઘેન ચડયા
મનડાને હૈયાએ ચેન ખોયા, ચકચૂર હૈયા એમાં તો બન્યા
સુખના સાગર યાદમાં છલકાયા, મિલન કાજે આતુર બન્યા
કદી મિલન કાજે હૈયાએ આંસું સાર્યા, કદી નયનોએ સાથ દીધા
મિલન કાજે હૈયા અધીરા બન્યા, એકતાના દ્વાર એણે ખોલ્યા
સુના મંદિરમાં પ્રેમના દીપક જલ્યા, અજવાળા અંતરમાં પથરાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)