માનવી નવો જનમ લઈ આવ્યા, નવા જનમમાં નવું શું લઈ આવ્યા
જૂના મસાલાને જૂની રીતો, આ જનમમાં શું ના એ ભૂલી આવ્યા
હરેક વખતે ચૂક્તા રહ્યા મંઝિલ, શું હવે નવો નિર્ધાર કરી આવ્યા
એની એ જ વાતો નવા લેબાશમાં, જૂના મસાલાની સાથે લાવ્યા
રૂપરંગ ભલે બદલાયા અંતર વહેણ એના એ જ લેતા આવ્યા
એના એ જ દાવપેચ એની એ જ રમત શું સાથે લઈ લઈને આવ્યા
ઘરો ને ઘરો રહ્યા બદલાતા, પાકા ઘરનું સરનામું ના લેતા આવ્યા
જનમોજનમ રહ્યા રસ્તા સુખના શોધતા, દુઃખના રસ્તે ચાલતા આવ્યા
અટકી ના વણઝાર જનમની સાચું સરનામું ના સાથે લેતા આવ્યા
જૂના મસાલાને જૂની રીતે, નવા લેબાશમાં કામ ના એ આવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)