કરો વિચાર દિલમાં જરા, કોણ હતું ક્યાં, મિલન સહુના કેમ થયા
ના ઉમર સરખી, ના વિચાર સરખા, મીલાપ તોય ક્યાંથી થયા
ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ર્ચિમના એક ઠેકાણે મિલન ક્યાંથી થયા
હતી દિલમાં સહુના આશાઓ જુદી જુદી મિલન તોય ક્યાંથી થયા
ભણતર હતા જુદા, ઘડતર હતા જુદા, જીવનમાં મીલાપ ક્યાંથી થયા
રહી સાથે ભોગવ્યા ભાગ્ય જુદા જુદા મિલન જીવનમાં તોય ક્યાંથી થયા
હતી દૃષ્ટિ જીવનની સહુની જુદી, જગમાં મિલન તોય ક્યાંથી થયા
તરવો હતો સંસાર સાથે, હતી રીતો જુદી, મિલન તોય ક્યાંથી થયા
દુઃખદર્દના હતા દિલાસા સહુના જુદા, મિલન તોય ક્યાંથી થયા
હતી વિવિધતા સહુમાં તો છુપાયેલી, મિલન તોય ક્યાંથી થયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)