કલ્પનાના મહેલમાં ના કાયમ રહેવાય, વાસ્તવિકતાની ધરતી પગનીચેથી સરકી જાય
ઘડી બે ઘડીની મુસાફરી એમાં થાય, ના કાયમ તો એમાં પડયું રહેવાય
બનાવશે પુરુષાર્થને નબળો, ના જીવનનું ઘડતર તો એમાં થાય
પળ બે પળનો વિસામો ભલે લેવાય, ના દૈનિક પીણું એને બનાવાય
રૂપરેખા જીવનની આકવા સહારો એનો લેવાય, દોરી જીવનની ના એને સોંપાય
ઊતરી ઊંડા ઊંડા ના આળસુ બનાય, અમુલ્ય પળો ના વેડફી દેવાય
ઝાઝું સેવન ના એનું કરાય, મહાત્મય જીવનનું એમાં ના ભૂલી જવાય
કરી કરી વધુ સેવન કલ્પનાનું, મોંધેરું જીવન ના એમાં વેડફી દેવાય
જરૂર વગર ના કલ્પનાના ઘોડા દોડાવાય, ના કાયમ એમાં પડી રહેવાય
જે કલ્પના કરે ના મજબૂત જીવનને, એવી કલ્પનાનો આશરો ના લેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)