એક અસ્તિત્વમાંથી એક અસ્તિત્વ પ્રગટયું
મનડું ભળ્યું જ્યાં એમાં, એ `હું' `હું' કરતું થઈ ગયું
હું ના હું પદમાં જ્યાં રાચ્યું ખુદનું અસ્તિત્વ ભૂલી ગયું
સંકુચિતતામાં જ્યાં પ્રવેશ્યું, વ્યાપકતા એની ખોઈ બેઠું
જ્યાં તનડાંમાં એ પેઠું, સુખદુઃખના અનુભવ લેતું રહ્યું
કદી હસ્યું કદી રડયું, ભાવે ભાવમાં એ વણાતું ગયું
બંધનો તોડવામાં, નવા નવા બંધનોમાં બંધાતું ગયું
પડી મુસાફરીની આદત એને, ખુદનું ધામ ભૂલી ગયું
જાગી ઝંખના અસ્તિત્વ સમજવાની આદત પડદો પાડી ગયું
અસ્તિત્વનું તેજ ફેલાણું, ખુદનું અસ્તિત્વનું તેજ સમજાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)