આંખોથી આંખો જ્યાં મળી, દિલને દિલથી પ્રીત બંધાણી
નજરોએ એ વાત સ્વીકારી, પ્રીતની બંસરી દિલમાં વાગી
ધડધડ ધડકન દિલમાં બોલી, કેમ શકશો નજરને બચાવી
આંખડીએ નીંદ ત્યાગી, રોજ સપનાં એનાં એ જોવા લાગી
દિલમાં અદ્ભુત ઉત્તેજના જાગી, આશા મિલનની ત્યાં બંધાણી
તાજગીભરી નવી દુનિયા લાગી, દૃષ્ટિ સામે મૂરત એ દેખાણી
પ્રીતની કળીઓ દિલમાં ખીલી, નજરે નજરની મજા ત્યાં માણી
દુઃખદર્દની અલગ હસ્તી બનાવી, દુનિયા યત્નોથી સ્થિર બનાવી
વાત કહેતી કોને ક્યાંથી, કહેવા છતાં ના એ તો કહેવાણી
દિલ તો સમજ્યું, જ્યાં દિલને દિલની વાત દિલમાં સમજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)