કહેવું હોય ઘણુંઘણું જીવનમાં, ના તોય એ કહેવાય છે
આવું ને આવું, આવું ને આવું, જીવનમાં તો થાય છે
કહેવું હોય કંઈક ને જીવનમાં તો કંઈક બોલાઈ જાય છે
લાખ છૂપાવો ચિંતાઓ દિલમાં, મુખ તો એ કહેતું જાય છે
પ્રેમ તો છે એવી દવા, પીતાં જીવન એમાં બદલાઈ જાય છે
નજરોથી નજરો મળે, પ્રીત દિલમાં એમાં તો બંધાઈ જાય છે
જાહેર થઈ જાય પ્રીત જ્યાં, નજરો એમાં ત્યાં શરમાઈ જાય છે
સહનશીલતાના તાર તૂટે ક્યારે ના એ સમજાય છે
પ્રેમભરી આંખોમાંથી વરસે અગ્નિ ક્યારે ના કહેવાય છે
ભીંજાશે આંખડી ને દિલડું, પ્રભુ પ્રેમમાં ના કહેવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)