નિરાશા ભલે હૈયે નથી, હૈયામાં આશા બંધાણી નથી
રસ્તો ભલે ચૂક્યો નથી, સાચી રાહે તોય ચાલ્યો નથી
દિગંબરી છે જીવન મારું, ખોટાં આવરણોની જરૂર નથી
યત્નો જીવનમાં ફળ્યા નથી, ક્યાં ચૂક્યા સમજાતું નથી
દર્દ કોઈ ચાહતું નથી પ્રેમનું, દર્દ ચાહ્યા વિના રહ્યું નથી
છે અદ્ભુત કાયદા જીવનના, લાગુ પડશે કયો કહેવાતું નથી
અદ્ભુત રમત છે રામની, રમાડશે કઈ રીતે કહેવાતું નથી
પ્રેમના ઝરામાં ડૂબ્યું જીવન, ફૂટશે કૂંપળો ક્યારે કહેવાતું નથી
ઊગ્યો સુખનો સૂરજ જ્યાં, પ્રકાશ મળ્યા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)