રોકાયેલી રાતે રોકાવું હતું, ઉષા ના એને રોકાવા દેતી હતી
કરવું હતું ઉષાએ આગમન એનું, રાત એને રોકી રહી હતી
હટાવી રાતને આગમન થયું ઉષાનું, મુસાફરી દિવસની શરૂ થઈ
રહ્યો ઉમંગે દિવસ વધતો, વધતો રહ્યો એ આગળ ને આગળ
હતો ભય દિલમાં એના, દેશે સંધ્યા એને તો અટકાવી
પાથરી અજવાળાં રહ્યો વધતો આગળ, રાખી ના બેદરકારી
દિનનો થાક ઉતારવા, બની સંધ્યા એમાં તો ઉતાવળી
ઉતારવા થાક દિનનો, ઓઢાડી, ઓઢણી સપ્તરંગી
દિનભર કામમાં વિચારવાની દિલને ફુરસદ ના મળી
વિચારવામાં ને વિચારવામાં રાત નીંદરમાં વીતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)