વિચારોમાં ખુલ્લું દિલ નથી, લખાણમાં ક્યાંથી લાવશો
જલે છે દિલ જ્યાં દિલમાં, ઠંડક બીજાને ક્યાંથી આપશો
હરેક વાતનો પકડી રાખશો તંત, વાતને આગળ ક્યાંથી વધારશો
શંકા ભરેલા દિલમાં, છોડ પ્રેમનો તો ક્યાંથી ઉગાડશો
વસાવશો નહીં પ્રભુને હૈયામાં, જબાનમાં મીઠાશ ક્યાંથી લાવશો
સ્થાપશો ના એકતા પ્રભુ સાથે, દૂર ને દૂર એને રાખશો
દિલે દર્દનું દિલ કારણ છે, દર્દને દિલમાં ને દિલમાં રાખશો
દિલનો ઇતિહાસ ના રોજ બદલાય, સમજીને એ લખાવશો
મળ્યું છે મોંઘેરું જીવન, હવે ના એને ધૂળમાં વેડફી નાખશો
હોય કામની કે નકામી, હરેક વાતનો તંત ના પકડી રાખશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)