કરવું ક્યાંથી શરૂ, ક્યાં અટકવું, ના સમજાયું, મળશે ના કાંઈ ધાર્યું
દુઃખદર્દનું ઊભું કરી ડીંડવાણું, સમજાયું ના એમાં ક્યાં અટકવું
બનવું શેના કર્તા, રહેવું શેના અકર્તા, પડશે જીવનમાં એ સમજવું
મેળવ્યા ખોટી વૃત્તિઓના સથવારા, મળશે ના ત્યાં મનધાર્યું
અનંતની મુસાફરીમાં ના હોય અટકવું, કરવું ક્યાંથી શરૂ ક્યાં અટકવું
જીવનમાં ગુણગ્રાહી પડશે બનવું, પડશે દિલને ક્યારેક સમજવું
વૃત્તિઓના ઉપાડાઓથી પડશે બચવું, પામશો તો એમાં મનધાર્યું
સુખચેનમાં જીવવું છે ઇચ્છા સહુની, ખોટી રાહમાં પડશે અટકવું
મનને કાબૂમાં લેવું પડશે શરૂ કરવું, માયામાંથી પડશે એને રોકવું
દિલમાં ને મનમાં પ્રભુને વસાવવા પડશે, શરૂ કરવું ના એમાં અટકવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)