ઉઘાડી આંખો જીવનમાં જગમાં, કંઈક આશાઓ લઈ આવ્યા
કંઈક આશાઓ કરવા પૂરી, જીવન જગમાં લઈને આવ્યા
ચાલવું હતું જીવનની રાહે, એક મંઝિલ લઈને આવ્યા
રહ્યા ભલે નાકામિયાબ જ્યાં, એક સોનેરી સપનું લઈને આવ્યા
ઝીલવી હતી પ્રેમની વર્ષા જીવનમાં, કોમળ દિલ અમે લઈને આવ્યા
વધવું હતું જીવનમાં આગળ, યત્નભર્યો પુરુષાર્થ લઈને આવ્યા
ફરતાં હતાં નયનો બધે, કરવા સ્થિર સુંદર દૃશ્યો લઈને આવ્યા
સમજની સમજમાં ભલે ના આવ્યું, ફરજ સાચી લઈને આવ્યા
એકલવાયું ના હતું જીવન જીવવું, ગીતોનું ગુંજન લઈને આવ્યા
પૂરવો હતો ખાલીપો જીવનનો, પ્રભુને શોધવા જગમાં આવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)