ના એમાં છે કોઈ લાગણી, ના એમાં છે કોઈ સંવેદના
શું એ દિલ (2) એ દિલ શું દિલ છે, શું એ દિલ દિલ છે
ના છે કોઈ તમન્ના, ના કોઈ ભરી છે એમાં એવી ભાવના
ના છે કોઈ પ્રેમ, ના કોઈ વેર છે, ના છે જોર ઇચ્છાઓનું
ના છે કોઈ ચાહના, ના છે ભાવના, શું એ મુક્તિનું જોર છે
ના છે કોઈ મૃદુતા, ના છે શુષ્કતા છે, શું આદતનું જોર છે
ના છે કોઈ નાદાની, ના છે કોઈ પરિપક્વતાનું પ્રદર્શન
ના છે કોઈ ધડકન, ના છે કોઈ એમાં ઉગ્રતાનો શોર
ના છે કોઈ ઉત્પાત, ના છે કોઈ મંથનનું તો જોર
ના છે કોઈ કાયરતા, ના છે કોઈ શૂરવીરતાનું જોમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)