તું છે તો જગ બધું છે, તું નથી તો કાંઈ નથી
તનડું રહે કાર્ય કરતું, હૃદય રહે ધબકતું તુજ થકી
ના દેખાતો તું કરે બધું, ના દેખાતા સાથીઓ થકી
રહી પ્રેમના સાથમાં બને પ્રેમીં, રહી વેરના સાથમાં વેરી
કરે સફર જગમાં જ્યાં જ્ઞાનની, કહેવાય ત્યારે તું જ્ઞાની
છે તુજમાં પણ શક્તિ, રહે દોરતી તને અદૃશ્ય શક્તિ
ગૂંચવાયેલો ને ગૂંચવાયેલો રહે, ખોટી ક્રિયાઓ કરી
છે આ તનડાંની તો શોભા, તુજ થકી તુજ થકી
ભાવો ને ભાવોનાં નામ જુદાં, છે બધા તારાં સાથી
છે જુદાં જુદાં તનડાંમાં, જગમાં તો તારી મુસાફરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)