Hymn No. 363 | Date: 10-Feb-1986
|
|
Text Size |
 |
 |
જગમાં જ્યાં જઈને જોયું, ત્યાં તો સુખી ન દેખાયું કોઈ કોઈ એક વાતે દુઃખી, કોઈ બીજી વાતે દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ પૈસા માટે દુઃખી, કોઈ પૈસાથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ સંતાન માટે દુઃખી, કોઈ સંતાનથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ પરણવા માટે દુઃખી, કોઈ પરણ્યાથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ મળવાથી થાતું દુઃખી, કોઈ ના મળવાથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ કારણ વગર દુઃખી, કોઈ કારણથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ કોઈના ક્રોધથી દુઃખી, કોઈ ક્રોધથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ કોઈના લોભથી દુઃખી, કોઈ લોભથી દુઃખી, સુખી ન દેખાયું કોઈ કોઈ દુઃખને દબાવી દેખાડે સુખી, હૈયે હોય દુઃખી, સુખી ન દેખાયું કોઈ સહુના હૈયે વધતે ઓછે અંશે અસંતોષ રહે જલી, સુખી ન દેખાયું કોઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|