થયો ધરતીકંપ દિલમાં લાગ્યા આંચકા એને, દિલની ધરતી ધ્રૂજી ગઈ
મચ્યો ઉત્પાત દિલમાં એવો, દિલના ઇતિહાસ અને ભૂગોળને બદલી ગઈ
હચમચ્યું દિલ એવું એમાં, કંઈક નવી સરવાણી ફૂટી, વહેણ કંઈકનાં બદલી ગઈ
પ્રેમની સરિતાએ વહેણ બદલ્યાં, વેરની સરવાણી ફૂટતી ગઈ
સમતલ ધરતી ચૂંથાઈ ગઈ, કંઈક ખડકોની હારમાળા સર્જાઈ ગઈ
હતી સીધીસાદી ચાલ દિલની, વાંકીચૂકી એમાં તો થઈ ગઈ
કંઈક ભાવો અદૃશ્ય થયા એમાં, નવા નવા ભાવોનાં વહેણ સરજી ગઈ
હતા કંઈક પ્રવાહો સુષુપ્ત એવા, એના પ્રવાહને જોરદાર બનાવી ગઈ
અજાણ્યાં દર્દોને, અજાણ્યા ભાવોને, ઊભાં એમાં એ કરતી ગઈ
ભાવોના મુખ પર કંઈક ઊંડી કરચલીઓ એ પાડતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)