તરવો છે ભવસાગર સંસાર માડી, તારા નામના સહારે
સંસારમાં નથી કંઈ સાર, સહુ ભક્તો એ તો સમજાવે
જગમાં આવશે ઉપાધિ હજાર, હૈયાં પાપથી જો ઊભરાયે
હૈયે ભર્યું હશે જો `મા' નું નામ, એમાંથી એ તો બચાવે
કંઈકની ડૂબતી નૈયા તારી માડી, તારા નામને સહારે
હર્યા કંઈક પાપીઓના ભાર માડી, તારા નામના આધારે
દોડ્યા સિવાય નથી ઉપાય માડી, તને જ્યારે ભક્તો પોકારે
અનેક ભક્તો તર્યા આ સંસાર માડી, તારા નામને સહારે
હૈયે ભરવી છે શાંતિ અપાર માડી, તારા નામને સહારે
જીવનનો કરવો છે બેડો પાર માડી, તારા નામને આધારે
કરવું છે મનડાને સ્થિર માડી, તારા નામને સહારે
તારાં કરવાં છે દર્શન માડી, તારા નામને આધારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)