દિલ શોધવા નીકળ્યું જ્યાં, પોકારી રહ્યું છે ક્યાં છો તમે, ક્યાં છો તમે
અંધારાના ઉદ્ધારક, પ્રકાશના પોષક, જીવનમાં ક્યાં છો તમે, ક્યાં છો તમે
જગાવી દિલમાં સંવેદના, દઈ સંવેદના છૂપાવો એ, એ કયાં છો તમે, ક્યાં છો તમે
ઝીલવા ભાવનાનાં મોજાં, શોધે દિલના કિનારા તમારા, ક્યાં છો તમે
જોવા ચાહે નજર તમારી પર ખુશી, તમારી મૂરત ક્યાં છો તમે, ક્યાં છો તમે
પગલેપગલાં શોધે છે તમારાં પગલાં, ક્યાં છો તમે, ક્યાં છો તમે
ધડકનેધડકન દિલની છે ઝીલવા તૈયાર, ધડકન તમારી, ક્યાં છો તમે
ઝીલવાં છે આનંદનાં બિંદુ, છવાયેલાં છે મુખ પર તમારાં, ક્યાં છો તમે
મારા દિલની ઊર્મિઓનાં મોજાંના સાગર છો તમે, ક્યાં છો તમે
દિલની બધી શોભાના શણગાર છો તમે, ક્યાં છો તમે, ક્યાં છો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)