છે જગના કાયદા જુદા, જીતે એ જીતી જાય છે, હારે એ હારી જાય છે
દિલના કાયદા છે જુદા, જે જીતે એ હારી જાય છે, હારે એ જીતી જાય છે
પ્રેમના સંબંધો જોડાય નાજુક તાંતણે, તાણતા એ તો તૂટી જાય છે
દીધું જ્યાં દિલ, પાત્ર-અપાત્ર ત્યાં ના એમાં, એ કાંઈ જોવાય છે
હોય ભલે હાસ્યનાં મૂલ ઘણાં, રુદનની પણ કિંમત ત્યાં થાય છે
સમજમાં ન આવે જલ્દી, કોણ ક્યારે વખોડાય કે વખણાય છે
દિલની વાત નામાં શરૂ થઈ, સુખદ અંત હામાં આવી જાય છે
વેરનો અગ્નિ જ્યાં પ્રજ્વલિત થયો, અભિમાન જ્યાં વીંઝણો વીંઝીં જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)