નયનો ના દેખાડ, તું એવાં રે સ્વપ્નો, દિલને તારી પાછળ દોડવું પડે
મજબૂત દિલને મજબૂત રાખવા રહેજે નજર તું સાથમાં ને સાથમાં
રહ્યું છે ઊછળતું દિલ જગમાં દૃશ્યો જોઈજોઈ, સ્વપ્નાં ના દેખાડ
કરી ભલામણ તારી કર ના વધારો એમ, રહેજે સાથમાં ને સાથમાં
નજર તારું સ્થાન તો છે દિલમાં ને દિલમાં, રહેજે તું સાથમાં ને સાથમાં
સ્વપ્નાં કરી ઊભાં એવાં, જે વસ્યા ના દિલમાં, રહેજે તું સાથમાં ને સાથમાં
મુખ તો જોઈ રહ્યું છે રાહ તમારા બંનેની, આવો બંને સાથે વાતો કરવા
દિલમાં જાગ્યા જ્યાં ઉમંગો, સમર્થન તારાં માગ્યાં, રહેજે સાથમાં ને સાથમાં
ઊછળ્યાં મોજાં એમાં ઊર્મિઓનાં, નજર રહેજે એમાં તું સાથમાં ને સાથમાં
જોવામાં ને જોવામાં, ખોવાઈ ના જાતાં તમે નયનો, રહેજો સાથમાં ને સાથમાં
કોણ પહોંચાડશે દૃશ્યોને દિલમાં, રહેજો તમે તો સાથમાં ને સાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)