શબ્દ કાઢું ને વેર જાગે, હાથ મારા હેઠા ને હેઠા પડે
છે આ કેવી ભાગ્યની બલિહારી, ભાગ્ય મારું વાંકું ચાલે
સુખની નીંદરમાં કોઈ પથરા નાખે, દિલની બહાર આંસુ ના નીકળે
કરવા સહાય દિલ પોકારે, ના પ્રભુમાં તોય ચિત્ત લાગે
પગલું પડે ને દુશ્મન જાગે, જીવનમાં ના એ ગણ્યા ગણાય
કરું કોશિશ દુઃખ દૂર કરવા, પલ્લું દુઃખનું ભારી બનતું જાય
યત્નોની કરી લંગાર ઊભી, યત્નો ના ફળદાયી થાય
હાર્યા ના હિંમત ભલે, કૂંપળો હિંમતની તોય ચીમળાઈ જાય
છૂટવા એમાંથી કરીએ કોશિશો, વધુ ને વધુ બંધાતા જાઈએ
ના જપ કામ લાગ્યા, ના પ્રાર્થના ફળી, ભાગ્ય સીધું ના ચાલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)